BHUJGUJARATKUTCH

કચ્‍છ જિલ્‍લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને લાઉડ સ્‍પીકરના ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ, તા-02 જૂન : આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થના૨ છે, ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે.આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ સંદર્ભે ચૂંટણી સમય દ૨મિયાન ઉમેદવારો/કાર્યકરો/રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટાપાયે ક૨તા હોય છે. આ લાઉડ સ્પીક૨નો ઉપયોગ ફક્ત નિયત મંચ ઉપરાંત ટ્રક, ટેમ્પો, કાર, જીપ, ટેક્ષી, વાન, ત્રણ પૈડા વાળા વાહનો, સ્કૂટરો, રિક્ષા, બળદગાડી, ઉંટગાડા, વગેરે વાહનો ઉપર ગોઠવીને ક૨વામાં આવે છે. ખૂબ ઉંચા અવાજે પ્રચાર કરતા લાઉડ સ્પીકરો સાથેના વાહનો તમામ માર્ગો, શેરીઓ, ગલીઓમાં ફરતા હોય છે. જેને કા૨ણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દ૨મિયાન લાઉડ સ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગાડવા ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાય છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧) અન્વયે કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનાં મતદાર વિસ્તા૨માં જાહે૨માં લાઉડ સ્પીકર વગાડવા બાબતે કોઇપણ ઉમેદવારો /કાર્યકરો/સમર્થકો/રાજકીય પક્ષોએ નિયત મંચ સિવાય કોઈપણ ઉમેદવારો/કાર્યકરો/સમર્થકો/રાજકીય પક્ષોએ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવા પ્રતિબંધ ફરમાવેલ છે. લાઉડ સ્પીકરનો ઉપયોગ ક૨તા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના ૧૦.00 વાગ્યાથી સવા૨ના ૦૮.૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતા વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામું સરકારી ફરજ ૫૨ના વાહનોને, ચૂંટણી અધિકારી અથવા સક્ષમ અધિકારી પારોથી તે અર્થે પરવાનગી મેળવેલ વાહનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ તા.૧૪/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો કોઈ ઉમેદવાર/કાર્યકર/રાજકીય પક્ષ અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા નિયમોનો ભંગ ક૨વામાં આવશે તો તે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ૧૭૬ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

કચ્‍છ જિલ્‍લાની ગ્રામ પંચાયતના મતદાર વિસ્‍તારમાં વ્‍યક્તિઓની કોઇ મંડળી,સભા અને સરઘસ પરવાનગી સિવાય કરવા પર મનાઇ આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ માટેની તારીખો રાજ્ય ચૂંટણી આયોગના તા.૨૮/૦૫/૨૦૨૫વાળા પરીપત્રથી જાહેર થયેલ છે અને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. જે સંદર્ભે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરેનું આયોજન થશે. આ સભા, સરઘસ વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જાળવવા તથા જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનો મતદાર વિસ્તારોમાં પરવાનગી લીધા સિવાય રાત્રીના ૧0:00 વાગ્યા પછી કોઈ વ્યક્તિઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે હુકમ ક૨વાનું જરૂરી જણાય છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા કરવામાં આવેલી આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ, સંસ્થાને. ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને. કોઈ લગ્ન પ્રસંગના વરઘોડાને. કોઈ સ્મશાનયાત્રાને કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનો મતદાર વિસ્તારમાં લાગુ પડશે નહીં.આ હુકમના કોઈ પણ ભાગનો ભંગ અથવા ઉલ્લંઘન ક૨ના૨ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.ઉમેદવારી રજૂ કરનાર વધુમાં વધુ ત્રણ વાહનો તથા ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિઓ સાથે જ પ્રવેશી શકશે આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહે૨નામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભા૨તીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ કચ્છ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ સંદર્ભે સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરની ત્રિજ્યાના આસપાસના વિસ્તારમાં ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો આવવા દેવાની અને ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ ૫(પાંચ) વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તોતેઓ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

મતદાન મથકની ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્‍તારમાં રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા બુથ ઉભા કરી શકશે નહીં.

આગામી ગ્રામ પંચાયતોનીની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે. રાજ્ય ચૂંટણી આયોગના મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા તથા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે જરૂરી સૂચનાઓ આપી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ – ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનાં મતદાર વિસ્તારમાં મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા તથા ઉમેદવારો, કાર્યકરો, રાજકીય પક્ષો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે ફરમાવવામાં આવેલ છે કે, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂથ ઉભું કરી શકાશે નહીં. જ્યાં એક જ પ્રિમાઈસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરવામાં આવેલ હોય ત્યાં પણ આવા પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારની બહાર આવા મતદાન મથકોના જૂથ દીઠ એક જ બૂથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. આવા દરેક બૂથ દીઠ ફક્ત એક ટેબલ, બે ખુરશી, અને બે જ વ્યક્તિ રહી શકશે, અને આ બે વ્યક્તિઓ હવામાન પરિસ્થિતિઓથી બચવા ફક્ત એક છત્રી અથવા તાડપત્રી કે કપડાનો ટુકડો ઉપયોગમાં લઈ શકશે. પરંતુ તેની ચારે બાજુથી કંતાન કે કાપડથી બંધ કરી શકશે નહીં. આવા બૂથો ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ઉભા કરી શકાશે નહીં ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પરવાનગીમાં દર્શાવેલ નામ સિવાયના વ્યક્તિ આવા બૂથ પર હાજ૨ ૨હી શકશે નહીં. આ ઉપરાંત આવા બૂથ ઉભા ક૨વા માટે જે જે સ્થાનીય સત્તામંડળો પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હોય તેની પરવાનગી પહેલેથી જ મેળવી લેવાની રહેશે. આવા બૂથની તમામ પરવાનગીઓ બૂથ ખાતે રાખવાની રહેશે. આવા બૂથ ફક્ત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓને આધિન તૈયા૨ ક૨વામાં આવેલા ઉમેદવારના નામ અને પ્રતિક તેમજ રાજકીય પક્ષના નામ છાપ્યા સિવાયની બિનસત્તાવાર મતદાર કાપલી કાઢી આપવાના એકમાત્ર હેતુથી જ ઉભા કરી શકાશે. આવા બૂથ પર કોઈપણ સંજોગોમાં ભીડ જમા થઈ શકશે નહી. જે વ્યક્તિઓ મતદાન કરી ચૂક્યા હોય તેવા વ્યક્તિઓ આવા બૂથ પર જઈ શકશે નહીં. આવા બૂથ ૫૨ રહેલ વ્યક્તિઓ કોઈ પણ સંજોગોમાં મતદારોને અન્ય ઉમેદવારના બૂથ તરફ જતાં કે મતદાન મથક તરફ જવાના રસ્તામાં કોઈપણ પ્રકારે મતદારોને તેમની ઈચ્છા મુજબ પોતાનો મતાધિકાર ભોગવવાથી અવરોધી શકશે નહીં.કોઈ ઉમેદવાર અથવા કોઈ વ્યક્તિ અથવા રાજકીય પક્ષ દ્વારા આ નિયમોનો ભંગ ક૨વામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્‍ટ હાઉસ,ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્‍ટ હાઉસનો ઉપયોગ કરી શકશે નહીં આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થઈ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગ ત૨ફથી ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઈ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લિક સેક્ટર અન્ડરટેકીંગના કોઈ પણ પ્રકા૨ના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ ન કરે તે માટે તા.૧૭/૧૧/૨૦૨૧ના પત્રથી સૂચનાઓ આપવામાં આવેલી છે. આ સૂચનાઓ મુજબ આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ દ૨મિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો દ્વારા ઉપરોક્ત તમામ એકોમોડેશનોના ઉપયોગ સંબંધે હુકમો કરવા જરૂરી જણાય છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ – ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ તળે ફરમાવેલ છે,કે કોઈ પણ ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટહાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઈ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લીક સેક્ટર અન્ડરટેકીંગના કોઈ પણ પ્રકા૨ના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ કરી શકશે નહીં. કોઈપણ એકોમોડેશન ફક્ત રહેવા અને જમવા માટે જ ફાળવી શકાશે. તે સિવાય આ એકોમોડેશનો કે તેના પ્રિમાઈસીસનો કોઈ ઉપયોગ થઈ શકશે નહીં. આ એકોમોડેશનોમાં ઉમેદવા૨/કાર્યકરો/સમર્થકો/રાજકીય પક્ષોના સભ્યો સામાન્ય બેઠકો પણ યોજી શકશે નહીં. જે વ્યક્તિને એકોમોડેશન ફાળવવામાં આવેલ હોય તેનું જ એક વાહન (એક કરતા વધારે વાહનોનો ઉપયોગ ક૨તા હોય તો બે થી વધુ નહીં) જે તે એકોમોડેશનના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. એકોમોડેશન વધુમાં વધુ ફક્ત ૪૮ કલાક માટે જ આપી શકાશે. જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની (Z-સ્કેલ) અથવા તેનાથી વધુ કે તેને સમાન સિક્યોરીટી આપવામાં આવેલી હોય તેવા વ્યક્તિઓને પ્રવર્તમાન જોગવાઈઓને આધારે એકોમોડેશન આપી શકાશે. પરંતુ આ એકોમોડેશન, જો પહેલેથી ચૂંટણી સંબંધિત અધિકારીઓ કે ઓબ્ઝર્વરોને ફાળવવામાં આવેલ હશે તો તે પોલિટીકલ ફંક્શનરીને ફાળવી શકાશે નહીં.આ જાહેરનામું સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે. આ જાહેરનામું ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરોને લાગુ પડશે. આ જાહેરનામાનો અમલ તા.૨૭/૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.

મતદાન અને મતગણતરી દિવસે ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં ઈલેક્ટ્રોનિકસ સાધનો લઇ જવા પર પ્રતિબંધ,ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહે૨નામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.રાજય ચૂંટણી આયોગના અને ભા૨તના ચૂંટણી પંચે, દ્વારા મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ તથા મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં લેવા બાબતે જરૂરી સૂચનાઓ આપેલી છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ – ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનાં મતદાર વિસ્તારમાં મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ તથા મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં લેવા બાબતે નીચે મુજબના હુકમો કરેલ છે.મતદાનના દિવસ તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન મથકમાં કે મતદાન મથકની ૧૦૦મી ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાય૨લેસ સેટ વગેરે લઈને જઈ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં. કે વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનીક સાધનો લઈ જઈ શકશે નહી. મતગણતરીના દિવસ તા.૨૫/૦૬/૨૦૨૫ના મતગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન ક૨વામાં આવેલ વિસ્તા૨ની અંદર કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાય૨લેસ સેટ વિગેરે લઈને જઈ શકશે નહી કે ઉપયોગ કરી શક્શે નહીં.આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અધિકારીઓ અને ફરજ પર મુકેલા સલામતી માટેના કર્મચારીઓ તથા અધિકૃત કરેલ ચૂંટણી ફરજ ૫૨ના અધિકારી/કર્મચારીઓ, વ્યક્તિઓ/બાબતોને લાગુ પડશે નહી.કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભા૨તીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.                                                                              ચૂંટણીલક્ષી કટઆઉટ, હોર્ડીંગ્સ, તોરણો, ધ્વજ,પતાકા વગેરે સરકારી મિલ્કત/જાહેર ઈમારત પર પ્રદર્શિત નહીં કરી શકાય આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે.   ચૂંટણી સમય દરમિયાન ઉમેદવારો/રાજકીય પક્ષ તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/બેનર વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબર યુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલ આચાર સંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સૂચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી હોઈ આનંદ ૫ટેલ, IAS, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ – ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનાં મતદાર વિસ્તારમાં ચૂંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર, કટઆઉટ મુકવા બાબતે નીચે મુજબના નિયમો તાત્કાલિક અમલમાં લાવવા જરૂરી હોવાથી તેના પાલન માટે હુકમ કરવામાં આવ્યો છે.કોઈપણ ઉમેદવાર/સંસ્થા/રાજકીય પક્ષ અથવા વ્યક્તિ દ્વારા કટઆઉટ, હોર્ડીંગ્સ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઈપણ સરકારી મિલ્કત/જાહેર ઈમારત પર મૂકી કે પ્રદર્શિત કરી શકાશે નહીં. જે જાહેર સ્થળોને જાહેરાત, બીલ બોર્ડ અને હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવા માટે નક્કી કરવામાં આવેલ હોય અને તે સ્થળો કોઈ ખાનગી એજન્સીને વ્યક્તિગત ગ્રાહકોને ફાળવવા માટે આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા માટે સમાન તક મળી રહે તે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ સંબંધિત સત્તાધિકારીશ્રી મારફતે (જો હોય તો) સુનિશ્ચિત કરવાનું રહેશે.ખાનગી સ્થળોમાં સ્થાનિક કાયદાઓ જ્યાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દિવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા, ઝંડા વગેરે લગાડવાની મંજુરી આપતા હોય ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારોએ અથવા સંબંધિત રાજકીય પક્ષોએ મિલ્કતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબંધીત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગી તથા પૂર્વ મંજૂરીની નકલ તથા મિલ્કત ધારકના નામ સરનામા અને થનાર ખર્ચ અંગેની વિગતો લેખિતમાં દિન-૩માં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને પુરી પાડવાની રહેશે અન્યથા આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહીં. સ્થાનિક કાયદાઓ પણ જો ખાનગી માલિકીની જગ્યામાં દિવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા વગેરે લગાડવાની પરવાનગી ન આપતા હોય તો માલિકની પરવાનગીથી પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહી. કોઈપણ ઉમેદવાર, અન્ય સંગઠનો, વ્યક્તિઓ, કાર્યકરો, ટેકેદારો, રાજકીય પક્ષો દ્વારા ખાનગી મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિત સ્વૈચ્છિક પૂર્વ પરવાનગી મેળવી અલ્પકાલિન અને સરળતાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સામગ્રી પૈકી, ધ્વજ, ઝંડો અને બેનર્સ મૂકી શકાશે. કટ આઉટ અને હોર્ડીંગસ ખાનગી મિલ્કત પર પ્રદર્શિત કરી શકાશે નહીં. આ સંબંધે મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિતમાં મેળવેલ સ્વૈચ્છિક પૂર્વ પરવાનગીની ફોટો કોપી ત્રણ દિવસની અંદર ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે.હોર્ડીંગ્સની સાઈઝ ૧૫ ફૂટ X ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહીં. કટઆઉટની ઊંચાઈ ૮ ફૂટથી વધતી જોઈએ નહીં. કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ નોડલ ઓફિસરશ્રી, સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને તેમજ સંબંઘિત પોલીસ અઘિક્ષકશ્રીને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે તે વિસ્તારમાં હોર્ડીંગ્સ/કટઆઉટ વગેરે મુકેલ હોય તદ્દાનુસાર ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનો રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.

કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ૧૭૬ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.મતગણતરીના દિવસે ૨૦૦ મીટર ત્રિજયાના વિસ્‍તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

ભુજ,તા-02 જૂન : આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૮/૦૫/૨૦૨૫ થી તા.૨૬/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ – ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ની મતગણતરી નિયત થયેલ અલગ અલગ કેન્દ્રો ખાતે કરવામાં આવશે, આ મતગણતરી મથકોની આસપાસ તા.૨૫/૦૬/૨૦૨૫ના મત ગણતરી દિને સવારના ૦૪:૦૦ કલાક થી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચાર સંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર થી વધુ વ્યક્તિઓ એક્ઠા થઈ શક્શે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સભા ભરી શકાશે નહી કે સંબોધી શકાશે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન, કે સંદેશા વ્યવહારના કોઈ સાધનો કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનીક ઉપકરણો લઈ જઈ શકશે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ વાહન લઈ જઈ શક્શે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બાકસ, લાઈટર, ગેસ લાઈટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ લઈ જઈ શક્શે નહી કે તેનો ઉપયોગ કરી શક્શે નહી.આ જાહેરનામું ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓ ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારી/અધિકારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો. ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અથવા પોલિસ અધિક્ષકશ્રી અધિકૃત કરે તેવા વ્યક્તિઓને લાગુ પડશે નહીં.  આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

Back to top button
error: Content is protected !!