
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બાયડ – માલપુર તાલુકામાં સમરસ પંચાયતને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 લાખનું ઇનામ આપવા ધવલસિંહ ઝાલાની જાહેરાત
તાજેતર માં ગુજરાત માં સ્થાનિક સ્વરાજ ની ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની જાહેરાત થઇ છે જે અંતર્ગત બાયડ અને માલપુર તાલુકામાં પણ જાહેર થયેલ પંચાયત ની ચૂંટણી માં ઉમેદવારી કરતા સૌ કોઈ ઉમેદવારો ધવલસિંહ ઝાલા એ જણાવ્યુ હતું કે જે પંચાયતો સમરસ થતી હોય અને ચૂંટણી લડવા કર્તા સમજૂતી થી સરપંચ બનાવતી હોય તેને સરકાર શ્રી તરફ થી વિશેષ સમરસ ગ્રાન્ટ નું અનુદાન આપવામાં આવે છે જેથી ગામ ના વિકાસ ને વેગ આપવા મદદ મળી શકે અને સમરસ થઇ ચૂંટણી લડવા માં શારીરિક અને આર્થિક શ્રમ થી દૂર રહી એક બનવા આ મળેલ પ્રોત્સાહીત ગ્રાન્ટ ઉપયોગી નીવડી શકે ધારાસભ્ય તરીકે સૌ ને જણાવતા અને વિનંતી કરતા જણાવ્યું હતું કે આપ સૌ પણ બને ત્યાં સુધી ચૂંટણી ના લડી અને પંચાયત સમરસ બનવા પ્રતિબદ્ધ બનીએ જો બાયડ અને માલપુર તાલુકા માં જેટલી પંચાયતો સમરસ બનશે તેઓ ને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ની મતબર રકમ ની ગ્રાન્ટ તે પંચાયત ને પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી




