GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા ની કફાલત ચેરીટેબલ ટ્રસ્ટ એમ્બૂલન્સ નો ગંભીર અકસ્માત સર્જાયો.અકસ્માતમાં ડ્રાયવરનું કમકમાટીભર્યું મોત.

 

તારીખ ૩૦/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા ગોધરાની કફાલત ચેરીટેબલ ટ્રસ્ટ એમ્બૂલન્સનુ સિદ્ધિ હોટલ ની સામે બાયપાસ રોડ ગોધરામાં અકસ્માત સર્જાયો હતો જ્યાં અકસ્માતમાં એટલો ગંભીર રીતે સર્જાતા ડ્રાયવર અરશદ જાબરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થતા લોકો માં ગમગીની માહોલ છવાયો હતો જ્યાં ઘટના ની જાણ થતા લોક ટોળેટોળા ઉમટી પડયા હતા પ્રાપ્ત મળતી માહિતી મુજબ કફાલત ટ્રસ્ટ ગોધરા ની એમ્બૂલન્સ શહેરા તરફ થી વડોદરા તરફ એમ્બ્યુલન્સ માં દર્દી ને લઈ વડોદરા સારવાર અર્થે જઈ રહી હતી તે સમયે કફાલત ટ્રસ્ટ ગોધરા ની એમ્બૂલન્સ નુ સિદ્ધિ હોટલ ની સામે બાયપાસ રોડ ગોધરા પાસે એક કન્ટેનર સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર સર્જાયો હતો કે તેમાં સવાર લોકો ને ઈજાઓ પોહચી હતી અને ડ્રાયવર નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિજપ્યું હતું જેથી અકસ્માતમાં ગોધરા ના ડ્રાયવર નું કમકમાટીભર્યું મોત થતા પરિવાર જનો તેમજ ગોધરા શહેર માં ગમગીની નો માહોલ છવાયો હતો.

Back to top button
error: Content is protected !!