વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિચાર પ્રેરિત યુવા શક્તિ માટે રાષ્ટ્રીય લેવલે કાર્યરત એક અદ્વિતીય સંસ્થા -નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાની ટીમ જાહેર કરાઈ છે. આ ટીમમાં ડાંગ જિલ્લાના સામાજિક કાર્યકર એવાં આહવાના રહેવાસી અમરનાથ જગતાપનો પણ સમાવેશ કરાયો છે.
સંસ્થાની સ્થાપના 22 જૂન 2004ના રોજ રવિ ચાણક્યજી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ મંચો અને મોર્ચાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના ક્ષેત્રોમાં યુવા, યુવતિ શાખા, એજ્યુકેશન, ડોક્ટર, IT, અલ્પસંખ્યક વગેરે ક્ષેત્રોમાં અવિરત કાર્યરત છે.ગુજરાત રાજ્યમાં યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ,સજગતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોના પ્રસાર માટે તાજેતરમાં ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાની નવી ટીમ ઘોષિત કરવામાં આવી છે. ટીમનું ઘોષણપત્ર રવિ ચાણક્યજી (રાષ્ટ્રીય સંયોજક) દિલીપસિહજી (રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી), ચેહર દેસાઈ (ગુજરાત અધ્યક્ષ), દેવેન્દ્ર સિંહ જાડેજા (સંગઠન મહામંત્રી), સંજય ત્રિવેદી (રાષ્ટ્રીય યુવા સચિવ), ભાવેશ વાઘમસી (ગુજરાત યુવા અધ્યક્ષ) તથા રવિગિરિ એમ. ગોસ્વામી (ગુજરાત યુવા સંગઠન મહામંત્રી)ના માર્ગદર્શન હેઠળ કરાયું છે. જેમાં ડાંગ જિલ્લાના સામાજિક કાર્યકર અમરનાથ જગતાપની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.