વિશ્વ પર્યાવરણ દિન નિમિતે કાલોલમાં સાંસદ અને ધારાસભ્ય ની હાજરીમાં “એક પેડ મા કે નામ”અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

તારીખ ૦૫/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારત સહિત વિશ્વભરમાં દર વર્ષે તારીખ ૫ જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવણી કરવામાં આવે છે ત્યારે દેશભરમાં પર્યાવરણના સંવર્ધન,સંરક્ષણ અને વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેકવિધ નવા પર્યાવરણલક્ષી પ્રક્લ્પો તેમજ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’ જે અંતર્ગત કાલોલના સ્મશાન ગૃહ પાસે બનાવેલ વન કવચ ખાતે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર યશપાલસિંહ પુવાર અને તેઓની ટીમ ની હાજરીમાં કાલોલ શહેર અને તાલુકાના ભાજપના હોદેદારો તેમજ સંગઠન ના હોદેદારો મહિલા અગ્રણીઓ ની હાજરીમાં “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ કર્યો.અને આવનારી ભાવિ પેઢીને સ્વરછ પર્યાવરણનો વારસો આપવા માટે સંકલ્પ કર્યો.કાર્યક્રમમા કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર અને તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા, એપીએમસી ના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ, પાલિકાના કાઉન્સિલરો ગોપાલભાઈ પંચાલ, હરિકૃષ્ણ પટેલ, પ્રત્રીકભાઇ (મીન્ટુ) ઉપાધ્યાય,યુવરાજસિંહ રાઠોડ, પારૂલબેન પંચાલ, શેફાલી ઉપાધ્યાય,આશિષ સુથાર તેમજ સંગઠનના હોદેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.








