GUJARATKUTCHMANDAVI

કચ્છના ૨૦૦થી વધુ બાળકોએ સમર યોગ કેમ્પમાં ભાગ લઈ મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્માણ કાર્યમાં જોડાયા.

બાળકોને સુર્યનમસ્કાર, પ્રાણાયામ, ધ્યાન, સંગીતની તાલીમ અપાઈ 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી, તા-05 જૂન  : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક શહેરોમાં બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ગાંધીધામ, આદિપુર તથા અંજારમાં સમર યોગ કેમ્પ યોજાયો હતો. ૨૦૦ થી વધુ બાળકોએ આ સમર કેમ્પનો લાભ લઈ મેદસ્વિતા મુક્ત થવા તરફ ડગ માંડ્યા હતાં. એચ આર. ગજવાણી પ્રાથમિક શાળા ગાંધીધામ અને ગજવાણી પાઠશાળા સંકુલના સંયુક્ત ઉપક્રમે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિબિરમાં બાળકોને દરરોજ તિલક, યજ્ઞ, પ્રાર્થના, ભગવત ગીતાના શ્ર્લોકની સમજ સાથે અલગ અલગ યોગના આસનો, સૂર્યનમસ્કાર, જોગીંગ, પ્રાણાયામ, ધ્યાન, ત્રાટક, સંગીત વગેરેની તાલીમ સાથે રમતો અને અનેક ભેટોથી પ્રોત્સાહિત કરાયા હતાં. આ કાર્યક્રમના સમાપન સમારોહ માટે સ્વામી મંત્રશાનંદ રામકૃષ્ણ મઠ અને મિશન, રાજુભાઈ ચંદાની સુરેશભાઈ ગુપ્તા, ભરતભાઈ ઠક્કર, પંકજભાઈ ઠક્કર, નરસીભાઈ, વિજયભાઈ શેઠ, પૂજાબેન લાલવાણી, વર્ષાબેન દવે, સંગીતાબેન, રીતુ કટારીયા, ડોક્ટર નયન ઠક્કર, સંજયભાઈ બજાજ, સંગીતાબેન, શિલ્પાબેન, અશ્વપતિ ઉરાવ, પંકજભાઈ ભટ્ટ, નિપુલભાઈ ચૌહાણ, ભારતીબેન પ્રજાપતિ, રમેશભાઈ સતવારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છની ગજવાણી પાઠશાળા સંકુલ (શિક્ષણમાં શ્રેષ્ઠ ધોરણો) વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ, પતંજલિ યોગ સમિતિ, ભારત વિકાસ પરિષદ, ઇસ્ટ કચ્છ આયુર્વેદ એસોસિએશન સમર્પણ ધ્યાન, સેફવે ઇન્કોટર્મ પા.વિ., શિવ શક્તિ જવેલર્સ સહિતની સંસ્થાઓ બહોળા પ્રમાણમાં સહભાગી બની હતી.

Back to top button
error: Content is protected !!