
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા: ઇસરોલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી રોડ પર કામ કરતા શ્રમિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું.
કેટલીક વાર પુર ઝડપે વાહન ચાલકો નિર્દોશ લોકોના ભોગ લેતા હોય છે એવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાં બની જ્યાં કામ કરી રહેલા શ્રમિકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું
મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે ઇસરોલ પુલ પાસે કામ કરતા શ્રમિકને અજાણ્યા વાહને ટક્કર મરતા શ્રમિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.ટીંટોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.




