GONDALGUJARATRAJKOT CITY / TALUKO

Gondal: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગોંડલમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યુ

તા.૬/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

નાગરિકોને આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડવા સરકાર કટિબદ્ધ

Rajkot, Gondal: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તથા ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજાના વરદ હસ્તે ગોંડલના વિજયનગર વિસ્તારમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

“આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ” દ્વારા લોકોને વિવિધ આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે, આ સેવાનો વ્યાપ વધારવા સરકાર કટિબદ્ધ છે.

ગોંડલના વિજયનગરમાં લોકાર્પણના કાર્યક્રમમાં ડીસ્ટ્રીક્ટ મેલેરિયા ઓફિસરશ્રી, ગોંડલના નાયબ કલેકટરશ્રી રાહુલ ગમારા, અગ્રણી શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી પ્રફુલભાઈ ટોળીયા, શ્રી લીલાબેન ઠુમમર, શ્રી પરિતાબેન ગણાત્રા, શ્રી રીનાબેન ભોજાણી, મામલતદારશ્રી ગોંડલ,નગરપાલિકા પ્રમુખશ્રી ગોંડલ,તાલુકા વિકાસ અધિકારી ગોંડલ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. જી.પી.ગોયલ તથા અન્ય અધિકારીશ્રીઓ, આગેવાનો તથા શહેરીજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે આયુષ્યમાન આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસરશ્રી ડૉ દિવ્યા પમનાણી તથા સમગ્ર સ્ટાફ દ્વારા તમામ માનવંતા મહેમાનોનું પુષ્પ ગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!