GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ નો ભારે બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા દ્વારા નડતરરૂપ દબાણો દુર કરી રોડ રસ્તાઓ ખુલ્લા કરાયા

 

તારીખ ૧૬/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારો સહિત રોડ રસ્તાઓને અડી ને આવેલા નડતરરૂપ દબાણો આજરોજ કાલોલ પોલીસ અને નગરપાલિકા એ સંયુક્ત કામગીરી હાથ ધરીને લારી ગલ્લા અને કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી રીતે રોડ રસ્તાઓ પર દબાણ ન કરવાં તાકિદ કરી હતી. વધુમાં આડેધડ દબાણોને લઈને પણ વેપારીઓને ચેતવ્યા હતા જ્યાં વેપારીઓ અડચણ રૂપી સમાન દુકાનો આગળ મૂકી સાથે દુકાનો ની ઉપર છત બનાવવા માટે નડતરરૂપ પતરાંઓ નું સેડ બનાવેલ તે આજરોજ કાલોલ પોલીસનું ભારે બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરી દુર કરવામાં આવ્યા હતા આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીઆઇ પીવી વાઘેલા,પીએસઆઈ એલ.એ.પરમાર,કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ અને ટાઉન પોલીસ જમાદાર ભાવેશભાઇ કટારીયા સહિત પોલીસ અને નગરપાલિકા કર્મચારીઓની સંયુક્ત ટીમે કામગીરી હાથ ધરી હતી.જેમાં નડતરરૂપ ૧૫૦ થી વધુ લારી ગલ્લા તથા દુકાનો ઉપરના સેડ અને કાચા પાકા દબાણો દુર કરવાની સાથે રૂપિયા ૧૩,૨૦૦ નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને ટ્રાફિક ને નડતર રૂપ વાહનો તથા વેપારી દ્વારા રોડ પર ગોઠવવામાં આવેલ સામાન ને નડતર રૂપ ના રાખવા ચેતવણી આપવામાં આવી હતી જેમાં કાલોલ પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી કાલોલ ઉર્દુ શાળા સામે,ભાથીજી મંદિર,નવી પોસ્ટ ઓફિસ પાસે,નગરપાલિકા સામે, કાલોલ ટાઉન ચોકી પાસે,મેઈન બજાર અને બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં મોડી સાંજ સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!