WAKANER:વાંકાનેર તાલુકાની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે મોરબી જિલ્લા કક્ષાનું ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

WAKANER:વાંકાનેર તાલુકાની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે મોરબી જિલ્લા કક્ષાનું ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, મોરબી આયોજિત શ્રી દર્શક શાળા વિકાસ સંકુલ તથા બી.આર.સી. ભવન-વાંકાનેર સંચાલિત જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તા. ૦૩/૧૨/૨૦૨૫ થી તા. ૦૫/૧૨/૨૦૨૫ દરમિયાન મોહંમદી લોકશાળા, ચંદ્રપુર, વાંકાનેર ખાતે યોજાયું હતું. જિલ્લા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનાં ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનાં પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતા, લેક્ચરર ડૉ. હમીરભાઈ કાતડ, ડૉ. પ્રશાંતભાઈ અંબાસણા, ડૉ. નિશાત બાબી મેડમ, ધી પીર કાસિમઅલી (રહે.) અન્જુમને મોમીન ટ્રસ્ટનાં પ્રમુખ શકીલએહમદ કે.પીરઝાદા સાહેબ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ યુવરાજસિંહ વાળા, માર્કેટ યાર્ડના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, મોહંમદી લોકશાળા ચંદ્રપુરનાં આચાર્ય એસ.એ. શેરસિયા, વાંકાનેર તાલુકાના બી.આર.સી.કૉ.ઑ. જાવિદભાઈ બાદી, એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયના આચાર્યા દર્શનાબેન જાની, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ આલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં સદસ્ય નરેન્દ્રભાઈ કાલરિયા અને વાંકાનેર તાલુકાના તમામ સી.આર.સી.કૉ.ઑ. ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગની 25 અને માધ્યમિક વિભાગની 29 કૃતિઓ રજૂ થઈ હતી. કુલ ત્રણ દિવસ સુધી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. વાંકાનેર તાલુકાની અનેક શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સમગ્ર શિક્ષા મોરબીનાં નાયબ જિલ્લા પ્રોજેક્ટ કૉ. ઓર્ડીનેટર પ્રવીણભાઈ બી. ભોરણિયાએ જિલ્લા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે અને વિજ્ઞાન વિષયમાં રસ તથા રુચિ વધે એ હેતુથી જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા દર વર્ષે ક્લસ્ટર, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. તા.૦૫/૧૨/૨૦૨૫, શુક્રવારના રોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. સમાપન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિનેશભાઈ હુંબલ, પૂર્વ આચાર્ય એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાધાવદર અને ધી પીર કાસિમઅલી (રહે.) અન્જુમને મોમીન ટ્રસ્ટનાં ટ્રસ્ટી યુ.એ. કડીવાર સાહેબ, એસ.વી.એસ. કન્વીનર એ. એ. બાદી, મોરબી તાલુકાના બી.આર.સી.કૉ.ઑ. ચિરાગભાઈ આદ્રોજા, માળિયા તાલુકાનાં બી.આર.સી.કૉ.ઑ. મહેન્દ્રભાઈ રાઠોડ, હળવદ તાલુકાનાં બી.આર.સી.કૉ.ઑ. મિલનકુમાર પટેલ, વાંકાનેર તાલુકાના બી.આર.સી.કૉ.ઑ. જાવિદભાઈ બાદી, એસ.વી.એસ. કન્વીનર ગૌતમ પાડલિયા સાહેબ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ આલ અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં સદસ્ય નરેન્દ્રભાઈ કાલરિયા અને વાંકાનેર તાલુકાના તમામ સી.આર.સી.કૉ.ઑ. ઉપસ્થિત રહ્યાં હતાં. મંચસ્થ મહેમાનોએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ.ઑ. ઈકબાલભાઈ શેરસિયાએ કર્યું હતું. જિલ્લા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને સફળ બનાવવા વાંકાનેર તાલુકાનાં બી.આર.સી.કૉ.ઑ. જાવિદભાઈ બાદીનાં માર્ગદર્શન હેઠળ તમામ સી.આર.સી.કૉ.ઑ.શ્રીઓ અને મોહંમદી લોકશાળાનાં શિક્ષકો અને ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.









