GUJARATHALOLPANCHMAHAL

હાલોલની કલરવ સ્કૂલ ખાતે ૧૮ વષૅની નીચેના બાળકોને ડાયાબિટીસના જ્ઞાન સાથે વિનામૂલ્યે ઇન્સ્યુલિન વિતરણનો કેમ્પ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૬.૨૦૨૫

વડોદરાના ૨૦ માઈક્રોન્સ ફાઉન્ડેશનની ટીમ અને ઇન્ડિયન લાયન્સ ઓ.પી.રોડ દ્વારા ગત રવિવારે તા. ૮ જુન ૨૦૨૫ ના રોજ હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ કલરવ સ્કૂલ ખાતે એક વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ડાયાબિટીસ ટાઈપ ૧ ધરાવતા ૧૮ વષૅની નીચેનાં બાળકોને ડાયાબિટીસના જ્ઞાન સાથે વિનામૂલ્યે ઇન્સ્યુલિન વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના ૨૮ જેટલા બાળકો પોતાના માતાપિતા સાથે હાલોલ, કાલોલ, ઘોંઘબા,જાંબુઘોડા, ગોધરા સહિત ગામોમાંથી આવ્યા હતા.૨૦ માઈક્રોન્સ ફાઉન્ડેશનના મુખ્ય અધિકારી લલિતભાઈ પરીખે ૨૦ માઈક્રોન્સ ફાઉન્ડેશન ના સ્થાપક સ્વ. ચંદ્રેશભાઇ પરીખે માહિતી આપી હતી જ્યારે ડો. હેપ્પી દ્વારા ડાયાબિટીસ વિષે જ્ઞાન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતુ કે “સામાન્ય વ્યક્તિ એ જીવન જીવવા માટે ત્રણ વસ્તુ ની જરૂર પડે છે. હવા, પાણી અને ખોરાક. પરંતુ, ડાયાબિટીસ ધરાવતા બાળકને જીવન જીવવા માટે ચાર વસ્તુની જરૂર પડે છે. હવા, પાણી, ખોરાક અને ઈન્સ્યુલિન. ” ડાયાબિટીસ એજ્યુકેટર સુપ્રિયા બેન વ્યાસ દ્વારા ૫ વર્ષ થી નીચેના ડાયાબિટીસ ધરાવતા બાળકોની વિશેષ કાળજી કેવી રીતે રાખવી તેનું રમત સાથે ડાયાબિટીસનુ શીક્ષણ બાળકોના વાલીઓ ને આપવામાં આવ્યું હતું અને અંતે લોકોને હળવો નાસ્તો આપીને વિદાય આપવામાં આવી હતી.જોકે આ કેમ્પ દરમ્યાન સંસ્થાના અગ્રણીઓ અને હાલોલ કલરવ સ્કૂલના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોષીપુરા હાજર રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!