નવસારી ટ્રાફીક જાગૃતિ અભિયાનમાં વિવિધ વિભાગો દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરાશે…..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા વહીવટી તંત્ર તરફથી આગામી આશરે ૩૫ દિવસ સુધી ‘‘નવસારી ટ્રાફીક જાગૃતિ અભિયાન-૨૦૨૫’’શરૂ કરવામાં આવી રહેલ છે. આ અભિયાનમાં જિલ્લાના મહેસુલ, પોલીસ, આર.ટી.ઓ., શિક્ષણ અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ જોડાશે. તેમજ આ અભિયાનમાં જિલ્લાની મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ તાલુકા સ્થિત માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિકની કુલ-૭૭ શાળાઓને આવરી લેવામાં આવશે. જેમાં વિધાર્થીઓને ટ્રાફિકને લગતા કાયદા અને નિયમોથી માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત જે તે સ્કુલમાં આ કાર્યક્રમ યોજાયા બાદ સમયાંતરે જે તે સ્કુલની બહાર ટ્રાફિક નિયમોના ભંગની કાર્યવાહી અઠવાડીક અને માસીક હાથ ધરવામાં આવશે. જેમાં જે કોઇ વિધાર્થીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તેઓની સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જે શાળાઓમાં ટ્રાફિકના નિયમોનુ સંપૂર્ણ પાલન થતુ હોવાનું ધ્યાને આવશે તો આવી શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવાનું પણ વહીવટી તંત્ર ધ્વારા આયોજન કરવામાં આવેલ છે. એમ નિવાસી અધિક કલેકટરશ્રી, નવસારીની અખબાર યાદીમાં જણાવાયું છે.



