
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આજરોજ મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ ટાવેરા ગાડી.રજી.ન.એમ.એચ.14.એફ.એસ.1030માં સવાર થઈ સાપુતારાનાં સહેલગાહે આવ્યા હતા.આ પ્રવાસીઓ સાપુતારાનાં અન્ય સ્થળોની મુલાકાત લઈ ટેબલ પોઈન્ટ ખાતે ફરવા માટે જઈ રહ્યા હતા.તે વેળાએ ટેબલ પોઈન્ટનાં ચઢાણવાળા માર્ગમાં ટાવેરા ગાડીનો અચાનક મોસમ તૂટી જતા રિવર્સમાં પાછળ આવી માર્ગની સાઈડમાં આવેલ ભેખડો સાથે ભટકાઈને થંભી જતા ઘટના સ્થળે મોટી દુર્ઘટના ટળી હતી.આ અકસ્માતનાં બનાવમાં ટાવેરા ગાડીને નુકસાન થયુ હતુ.અહી સદનસીબે ટાવેરા ગાડી ભેખડો સાથે થંભી જઈ ખીણમાં ખાબકતા બચી જતા મોટી જાનહાન ટળી હતી.આ બનાવમાં મરાઠી પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.




