યોગેશ કાનાબાર રાજુલા
શ્રીમતી ટી .જે. બી.એસ ગર્લ્સ હાઇસ્કૂલ માં માર્ગ સલામતી અંગે માહિતી આપવામાં આવી
અમરેલી જિલ્લાની સૌથી મોટી ગર્લ્સ હાઇસ્કૂલ ગણાતી શ્રીમતી ટી . જે. બી.એસ . ગર્લ્સ હાઇસ્કૂલ માં વિવિધ આયામો દ્વારા વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ થાય તે સંદર્ભે માહિતી આપી શિક્ષણ કાર્ય થાય છે.
આજ રોજ માર્ગ અકસ્માતમાં જતાં મૃત્યુ તથા થોડી બેદરકારીને કારણે જીવનના જોખમને ટાળવા માર્ગ અકસ્માત નિવારવા માટેના સૂચનો આપવામાં આવ્યા. જેમાં ટ્રાફીક નિયમો , વિવિધ સંજ્ઞાઓની ઓળખ કરી વાહન ચલાવવા વિશે માહિતી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક શ્રી દિનેશભાઈ કરંગીયા તથા માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી સુમિતાબેન દ્વારા આપવામાં આવી .
બારમી જૂન અમદાવાદમાં થયેલ ગોઝારા વિમાન અકસ્માત માં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને તથા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી .
ઉપરોક્ત બંને કાર્ય સમગ્ર શાળા પરિવાર દ્વારા આયોજીત કરવામાં આવ્યા હતાં .