GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પંથકમાં વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન.મોકળ ગામના સરપંચ નુ વીજળી પડવાથી મોત.

 

તારીખ ૧૫/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શનિવારે સાંજના છ કલાકે કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં વીજળીના કડાકાના અને પવનના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી એમજીવીસીએલ દ્વારા ભારે પવન ના કારણે વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો અને ભારે કડાકા સાથે વીજળી ચમકી ઊઠી હતી અને ત્યારબાદ મેઘરાજા નુ આગમન થયુ હતુ સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો જેના કારણે ગરમીથી પરેશાન નગરજનોને રાહત થઈ હતી. ત્યારે સીઝનના પહેલા વરસાદે કાલોલ પંથકમાં ભારે શોક વ્યાપ્યો છે.કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર મોકળ ગામ ના સરપંચ સંજયસિંહ બળવંતસિંહ ચૌહાણ નું વીજળી પડવાથી અકાળે મૃત્યુ થયું છે.ગત સાંજે તેઓ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે વીજળી પડવાથી તેઓનું મોત નિપજ્યું હોવાની વિગતો મળી રહી છે. અને રેફરલ હોસ્પિટલમાં તેઓના પરિવારજનો ને સાંત્વના આપવા સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ દોડી આવ્યા છે.

Back to top button
error: Content is protected !!