વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકે પોક્સો હેઠળનાં ગુનામાં એક શિક્ષકને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતો.આજરોજ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.<span;>માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી સંચાલિત ડાંગ જિલ્લાની શિવારીમાળ અંધજન શાળાનાં ગણિત વિષયનાં શિક્ષક ધનસુખભાઈ ધૂમ સામે એક વાલી દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકીઓની છેડતીનો ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો હતો.સાથે વાલીઓએ શાળાનાં ઓફિસમાં જઈ બબાલ કરી વીડિયો વાયરલ કરતા હોબાળો મચ્યો હતો.આ મામલાને લઈને સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ શાળામાં દોડી ગયા હતા.વાલીનાં આક્ષેપો અનુસાર, ગણિત-વિજ્ઞાનના શિક્ષક ધનસુખભાઈ ધૂમે પ્રજ્ઞાચક્ષુ બાળકીઓની કમજોરીનો લાભ ઉઠાવી તેમની સાથે શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ લાગ્યા હતા.સાપુતારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ શરીર સંબંધી ગુનાનાં આરોપી એવા ધનસુખભાઈ ધૂમ(ઉ. વ.39, ધંધો.શિક્ષક રહે.રાનપાડા તા.આહવા જી.ડાંગ ) જે થોડાક દિવસથી વોન્ટેડ હતો.ત્યારે પોક્સો એક્ટના ગંભીર ગુનામાં સંડોવાયેલ આ શિક્ષકને સાપુતારા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝડપી પાડ્યો હતો.તેમજ આરોપીની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..