GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વીજળી પડવાથી મરણ પામેલ કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ ને ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી.

 

તારીખ ૧૬/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ સંજયસિંહ બળવંતસિંહ ચૌહાણ ઉ વ ૪૧ નુ શનિવારે સાગા ના મુવાડા ગામેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વરસતા વરસાદ માં બસ સ્ટેન્ડ થી આગળના ભાગમાં અચાનક આકાશ માંથી વીજળી પડવાથી છાતીના ભાગે થી પેટના ભાગે અને બન્ને સાથળ ના ભાગે દાઝી જતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યા ફરજ પરના તબીબે તેઓને મરણ પામેલ જાહેર કર્યા હતા રવિવારે તેઓની સ્મશાનયાત્રા નીકળી હતી જેમા ભારે હૈયે મોટી જનમેદની દ્વારા તેઓને અંતિમ વિદાય આપવામાં આવી. સગા સંબંધી, મિત્રો અને ગ્રામજનો ની હાજરીમાં અંતિમયાત્રા યોજાઈ હતી. બનાવ અંગે કાલોલ પોલીસ મથકે શૈલેષકુમાર બળવંતસિંહ ચૌહાણ દ્વારા જાણ કરાતા પોલીસે બીએનએસ કલમ 194 હેઠળ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!