GUJARATKUTCHNAKHATRANA

એસ.એસ.પી.એ.હાઇસ્કૂલમાં નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા નસીલા પદાર્થોના સેવન વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વિદ્યાર્થીઓને નસા મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-16 જૂન  : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે નસીલા પદાર્થોના સેવન ન કરવા બાબતે નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો. નિરોણા પોલીસ સ્ટેશનના સહયોગથી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને નસીલા પદાર્થોથી દૂર રહેવા અંગે પી.એસ.આઇ. શ્રી પરમાર સાહેબ દ્વારા વિસ્તૃત માહિતી આપી, વિધાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. પી.પી.ટી. પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને નસીલા પદાર્થોના દૂષણ વિશે વિગતવાર માહિતી અપાઇ અને તેમનાથી થતી શારીરિક, માનસિક તથા સામાજિક હાનિ વિશે અવગત કરવામાં આવ્યાં હતા. આ તકે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના કમ્યુનિટી પોલીસ ઓફિસર શ્રી અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!