યોગેશ કાનાબાર રાજુલા
રાજુલાના ઉંટીયા રાજપરડા વચ્ચે કાર ડૂબી વેપારી ડૂબી જતા મોત તંત્રએ બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી
પોલીસ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
કારને બહાર કાઢવા માટે બે જેસીબી ની મદદ લેવામાં આવી
સેવાભાવી લોકો તેમજ આજુબાજુના ગામના સરપંચ તેમજ આગેવાનો દોડી આવ્યા
સ્થાનિક લોકોનો તંત્ર સામે રોષ….
સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો તંત્રએ મોડેથી જાણકારી આપ્યાનો દાવો કર્યો હતો
રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ તળાવોમાં પૂરની સ્થિતિ હતી રાજુલા તાલુકાના ગાંજાવદર ગામના વતની માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાનભાઈ લાખાભાઇ વાઘ વતનથી વહેલી સવારે આવતા હતા આ દરમ્યાન ઉંટીયા રાજપરડા વચ્ચે પુલ આવેલ છે આ પુલ પર પાણી વેહ્તું હતું ત્યારે કાર સ્વીફ્ટ ભગવાનભાઇ લઈ નીકળતા પુલ વચ્ચે મોટો ભુવો પડતા કાર ડૂબી પાછળ એક છોકરો પસાર થતા ગ્રામજનો જાણકારી આપી આસપાસના ગામડાના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા અને ભગવાનભાઇ વાઘની મૃત લાશ બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પૂર્વ ધારાસભય અંબરીષભાઈ ડેર સહીત આહીર સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા પુલ નીચે કાર ફસાય જવાના કારણે સ્થાનિક લોકોની મદદથી તંત્ર દ્વારા બે જેસીબી મારફતે પુલ વચ્ચેથી તોડી કારને કલાકો બાદ બહાર કઢાવમાં આવી હતી ગ્રામજનો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો તંત્ર દ્વારા કોઈ મદદ સમયસર પોહચાડી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા
ઘટના સ્થળે રાજુલા મામલતદાર હરેશ પુરોહિત,તાલુકા વિકાસ અધિકારી સરવૈયા સહીત દોડી આવ્યા હતા અને મામલતદાર હરેશ પુરોહિતએ જણાવ્યું હતું આ માહિતી મળ્યા બાદ અમે તાત્કાલીક દોડી આવ્યા હતા અને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ ત્યારે રાજુલા મામલતદાર એ જણાવેલ કે આ ઘટના વહેલી સવારની હતી પરંતુ તંત્રને આ જાણ સવારે ૮.૨૫ આજુબાજુ થતા અમે અમારી ટીમ સાથે દોડી આવેલા ત્યારે આ સમાચાર ડુંગર પોલીસને મળતા ડુંગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવેલી