ANJARGUJARATKUTCH

અંજારના ભુવડ ગામની આંગણવાડી ખાતે પ્રવેશ ઉત્સવ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર ,તા-૧૭ જૂન : જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અંજાર તાલુકાના ભુવડ ગામની આંગણવાડી ખાતે “પ્રવેશ ઉત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં DHEWની ટીમ દ્વારા વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી.આંગણવાડી કેન્દ્ર નંબર -૨ ભુવડ ખાતે “પ્રવેશ ઉત્સવ” કાર્યક્રમમાં ડીસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમના જેન્ડર સ્પેશિયાલિસ્ટ પૂજાબેન પરમાર મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળામાં ન જતી કિશોરીઓ તેમજ મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વધુમાં સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વિશે વિસ્તૃત જાણકારી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, કિશોરીઓ અને મહિલાઓને યોજનાકીય માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કરાયું હતું.DHEWની ટીમ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના અંતર્ગત આંગણવાડી તેમજ ગ્રામ પંચાયત ભુવડ ખાતે ગામમાં જન્મેલી નવતર દીકરીઓના જન્મના પ્રમાણ અંગે જનજાગૃતિ લાવવા માટે ગુડા-ગુડી બોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવની દવે દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!