GUJARATVALSADVALSAD CITY / TALUKO
વલસાડ: વાપીની સાંદ્રા શ્રોફ નર્સિંગ કોલેજમાં યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ શિબિરનું આયોજન સંપન્ન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત આગામી ૨૧ જૂન ૨૦૨૫ નાં રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે વાપીની સાંદ્રા શ્રોફ નર્સિંગ કોલેજમાં એક કોમન યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન,યોગસેવક શીશપાલ રાજપૂતનાં નેતૃત્વમાં અને વલસાડ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર પ્રિતીબેન વૈષ્ણવ દ્વારા શિબિરનું પૂર્ણ સંચાલન કરીને ૭૦ નર્સિંગ વિદ્યાર્થીનીઓને યોગા, પ્રાણાયામ અને ધ્યાન કરાવી તેના દ્વારા થતા અદભૂત ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ શિબિરમાં યોગ ટ્રેઈનર રીટાબેન પટેલ અને દર્શનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા. આ શિબિરની સફળતા માટે નર્સિંગ કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ.અનિતાબેન નવલેનો ખૂબ સહયોગ રહ્યો.



