વિજાપુર જીઇબી રેલ્વેનો બનેલા ગળ નાળાના રોડ ના વળાંકમા વરસાદી પાણીના કારણે બાઇક એક્ટિવા સ્લીપ ના બનાવો થી વાહન ચાલકો પરેશાન
ટુ વ્હિકલ ના રોડ ઉપર ના સ્લીપ ના બનાવને લઈ અકસ્માતો નો ભય
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જીઈબી રેલ્વેનો બનાવેલ અંડર ગ્રાઉન્ડ બ્રીજ નો સીસી રોડ ઉપર વારંવાર બાંઈકો એક્ટિવા સહિત ના અવર જવર કરતા વાહનો સ્લીપ ખાઈ જવાના બનાવો ને પગલે મોટા અકસ્માત ના ભય ઊભો થવા પામ્યો છે. રોડ લીસો હોવાથી ટુ વ્હિકલ વાળા વળાંક મા બ્રેક મારતાં પટકાવવાના ચાર થી પાંચ બનાવો બન્યા છે. ચોમાસાની ઋતુમાં અહી થી પસાર થતા નાના વાહન ચાલકોમા અકસ્માતને લઈ ડરનો માહોલ સર્જાયો છે. ભોગ બનેલા એક્ટિવા ચાલક વકીલ પિનાકીન બારોટે જણાવ્યું હતુકે જીઇબી થી બસ ડેપો કોર્ટ તરફ માર્કેટ યાર્ડ બાજુ જતા રેલ્વે દ્વારા આપવામા આવેલ કોન્ટ્રાકટરે રોડ ઉપર મોટા બમ્પ બનાવી દેવામા આવ્યો છે વળાંક વધુ ઢાળ વાળો અને લીસો બનાવી દેવા મા આવતા અવર જવર કરતા નાના વાહનો સ્લીપ ખાઈ જતાં હોય છે. અહી નાના અને મોટા વાહનો પણ અવર જવર કરતા હોય છે. જેના કારણે અહી મોટો અકસ્માત સર્જાય તેવો ભય ઊભો થયો છે. અંડર ગ્રાઉન્ડમા ચોમાસા મા એક બે ઇંચ જેટલા વરસાદ ના કારણે પાણી ભરાઈ જાય છે. ઝડપી પાણી નો નિકાલ થતો નથી.આ પરિસ્થિતિ જો રહેશે તો મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ વર્તાય છે. જેથી તંત્ર આ બાબતે ધ્યાન મા લઇ ને કોઈ કાર્યવાહી કરે તેવી લોકો મા માંગ ઉઠવા પામી છે.




