અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડા : સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ના વિદ્યાર્થીઓ ને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું
મહાન વિશ્વવિભૂતિ પૂજ્ય મોટા ના સંકલ્પ અનુસાર “મારે સમાજ નું ઉત્થાન કરવું છે” એ અંતર્ગત “વિદ્યાદાન શ્રેષ્ઠ દાન”યુક્તિને સાર્થક કર્તા માતૃશ્રી નર્મદાબેન ભીખાભાઈ પ્રજાપતિ પરિવાર મેસણ તરફથી અંતરિયાળ અને અતિ પછાત વિસ્તારમાં શિક્ષણની સાથે સેવાના અભિગમ દ્વારા કામ કરતી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા તા. ભિલોડા જી. અરવલ્લી ના ધોરણ 9 અને 10 ના તમામ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાના પ્રત્યેક બાળક દીઠ આઠ ચોપડાનું દાન આપવામાં આવ્યું શિક્ષણના મહાયજ્ઞમાં મદદરૂપ થવા બદલ આચાર્ય કમલેશભાઈ પટેલ તેમજ સંચાલક મંડળ દ્વારા પ્રજાપતિ પરિવારનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે તેમજ શાળાના સ્ટાફ પરિવારના હસ્તે આજરોજ બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું.