
તા.૩૦.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના પ્રજાજનોને દિવાળી શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે
ફટાકડા ફોડવામાં નાગરિકો વિવેક જાળવે અને નિયમોનું પાલન કરે દિલને અજવાળે તે દિવાળી. પ્રાણને પ્રેમથી પલાળે તે દિવાળી. મનની ગાંઠો ને તોડે તેનું નામ દિવાળી સમગ્ર દાહોદ જિલ્લામાં જયારે દિવાળીનો માહોલ જામ્યો છે ત્યારે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ પણ દાહોદવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. દાહોદવાસીઓ દિવાળી પર્વને ખુબ જ ઉત્સાહથી ઉજવે તેમજ આ દિવાળી પર્વ અને બેસતું વર્ષ દરેક દાહોદવાસીઓના જીવનમાં અનેક ખુશીઓ વિવિધતાઓ લઇને આવે અને સૌને સ્વસ્થ રાખે એવી શુભેચ્છાઓ સહિત શુભકામનાઓ પાઠવી હતી





