
નર્મદા : વરસાદની આગાહીને પગલે જિલ્લામાં SDRF ની ૩૧ સભ્યોની એક ટુકડી ડીઝાસ્ટર માટે ફાળવવામાં આવી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને NDRF અને SDRFની ટીમો જુદા-જુદા જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને બચાવ-રાહત માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં વધુ વરસાદની સંભાવનાને પગલે આવશ્યક બચાવ કાર્ય સમયસર થઈ શકે જાન માલને નુકશાન અટકાવી શકાય તે હેતુથી રાહલ કમિશનરશ્રીની મળેલ સૂચનાનુસાર નર્મદા જિલ્લાને એસ.ડી.આર.એફ. ની એક ટીમ (કુલ ૩૧) સભ્યો જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ફાળવેલ એસ.ડી.આર.એફની એક ટીમ જે રાહત અને બચાવની કામગીરી કરશે. એસ.ડી.આર.એફ. ‘એ’ કંપની રા.અ.પો.દળ જુથ-૯ વડોદરા, નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સંકલનમાં રહીને ભારે વરસાદ વાવાઝોડું, પુર જેવી પરિસ્થિતિ દરમિયાન જિલ્લામાં જનહિત, પુરની પરિસ્થિતિ દરમિયાન સરાહનીય કામગીરી કરશે



