શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે પૂર-બચાવની મોકડ્રીલ યોજાઈ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા :-
દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે. પરિણામે તાલુકાના ઘણા ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે. આવા સંજોગોમાં તાત્કાલિક પ્રતિસાદ અને સંકલિત બચાવ કામગીરી સુચારૂ થાય તે હેતુથી પૂર-બચાવની મૉકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.આ મૉકડ્રીલમાં ગોધરા ફાયર વિભાગની ટીમ, મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી શહેરાના સ્વયંસેવકો તથા 108 ઇમરજન્સી સેવા ટીમ દ્વારા સંકલિત રીતે સંભવિત પૂર પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે બચાવ કામગીરી હાથ ધરવી તેનો પ્રયોગાત્મક અભ્યાસ કરાયો.મોકડ્રીલ દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી, તાત્કાલિક સારવાર, સંરક્ષણ સાધનોનો ઉપયોગ અને સંકલન સુવ્યવસ્થિત રીતે કરાયું હતું.આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓએ હાજરી આપી હતી: પ્રાંત અધિકારીશ્રી શહેરા મામલતદારશ્રી શહેરા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત, શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર શહેરા તાલુકા આરોગ્ય અધિકારી શહેરા તાલુકા વિકાસ અધિકારી શહેરા ફોરેસ્ટ ઓફિસરશ્રી શહેરા પાનમ સિંચાઈ વિભાગ શહેરા GSDMAના જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર (DPO) પંચમહાલ મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ ટ્રેનીંગ એકેડમીના ચીફ કોર્ડિનેટર આ મૉકડ્રીલથી તાત્કાલિક બચાવ કાર્યમાં તંત્ર અને ટીમોની તૈયારી તથા સમન્વય ક્ષમતા કઇ હદ સુધી અસરકારક છે તેની વાસ્તવિક તપાસ થઈ શકી. સાથે સાથે લોકોને પણ પૂર સમયે જાગૃત રહેવા માટે માર્ગદર્શન મળ્યું.