GUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાના નારણપુર ગામે દીપડાનો આતંક, તબેલા માં બાંધેલા ત્રણ બકરાં નું મારણ કરતાં સ્થાનિકોમાં ફફડાટ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના નારણપુર ગામે દીપડાનો આતંક, તબેલા માં બાંધેલા ત્રણ બકરાં નું મારણ કરતાં સ્થાનિકોમાં ફફડાટ

ફરી એક વાર મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે જેને લઇ ડુંગર વિસ્તારમાં રહેતા લોકોમાં ભય જોવા મળ્યો છે જેમાં મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકાના નારણપુરા (પાણીબાર )ગામે દીપડા દ્વારા પશુનું મારણ કરતા આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી છે જેમાં નારણપુર ગામના સુવેરા માવજીભાઈ બેચરભાઈ ના ત્રણ બકરાં નું મારણ કરી એક મારણ ને દીપડો સાથે ખેંચી ગયો હોવાની માહિતી સામે આવી છે જેના કારણે ગરીબ પશુપાલકના ત્રણ બકરાંનું મારણ કરતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે તબેલા ના આજુબાજુ દીપડા ન પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા ખેડૂતે વન વિભાગ ને જાણ કરતા વન ,વિભાગ ઘટના સ્થળે પોંહચી વન વિભાગે તપાસ હાથ ધરી છે દીપડા ની દહેશત ને લઈને ગ્રામ્ય વિસ્તાર ફફડાટ વ્યાપ્યો છે દીપડા ને સત્વરે પાંજરે પુરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે ગરીબ પશુ પાલક ને જરૂરી કાર્યવાહી કરી વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ છે

Back to top button
error: Content is protected !!