GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ભાયાવદર બનશે નિર્મળ ભાયાવદરમાં નિર્મળ પથની બેઠકો પર વોલ પેઇન્ટિંગની કામગીરી કરતી ભાયાવદર નગરપાલિકા

તા.૧૯/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેરને આઇકોનિક અને નિર્મળ બનાવવા ભાયાવદર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોના રસ્તાઓને કે જેમાં ખાસ આઇકોનિક સ્થળોનો સમાવેશ કરી વિશેષ નિર્મળ પથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેરનું મુખ્ય સર્કલ અને પ્રવેશ દ્વાર સહિતના રોડને સુંદર લાઈટ, રાહદારીઓ માટે બેઠકો સહિત વિશેષ સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે.
નિર્મળ પથ પર નગરપાલિકા દ્વારા વિશેષ માવજત લેવામાં આવી રહી છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ પથ પર આકર્ષક ફ્લાવર બેડ આકારની બેઠકો પર વોલ પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. નિર્મળ પથના નિર્માણ દ્વારા ભાયાવદર શહેરને વિશિષ્ટ અને સ્વચ્છ આઈકોનિક પ્લેસ તરીકે વિકસાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ આ પથનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે.





