GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
અડધાં નગરમાં પાણીની સમસ્યાઓ વચ્ચે કાલોલ નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરજનોને મળતો પાણીનો પુરવઠો ચાલુ કરવા કવાયતો તેજ કરાઈ
તારીખ ૨૦/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ દીવાનવાડીમાં પાણીની ટાંકી પાસે બનાવેલ સંપ મંગળવારે બેસી ગયો હતો અને અડધા કાલોલ મા પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે કાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ મિલાપ પટેલ હસમુખભાઈ મકવાણા અને કોર્પોરેટર ગૌરાંગ દરજી,યુવરાજસિંહ રાઠોડ, ગોપાલભાઈ પંચાલ સહિત હાજર રહી સ્ટાફ સાથે સમસ્યા ના નિવારણ માટે લાગ્યા હતા જોકે ગોધરા થી આવેલ ટીમ દ્વારા નવી લાઈન પણ બેસાડી દેવામાં આવી છે. પાલિકા સ્ટાફ દ્વારા તૂટી પડેલા સંપ ની સાફ સફાઈ કરવામાં આવી છે. નગરજનોને મળતો પાણીનો પુરવઠો પુનઃ રાબેતા મુજબ શરૂ થાય તે માટે કવાયતો શરૂ કરાઈ છે.