GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામની માલદાર હાજીની વાડીમાં ગંદકીથી ત્રસ્ત સ્થાનીક રહીશો દ્વારા ગ્રામ પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપ્યું.

 

તારીખ ૨૧/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા માલદાર હાજીની વાડીમાં કેટલાક સમયથી ગંદકીને લઈને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે હાલમાં તે વિસ્તારમાં અસંખ્ય ગંદકી તેમજ કાદવ કિચડ ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનીક રહીશોએ તેમની અરજીમાં જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખતે અને વારંવાર ગ્રામ પંચાયતના સતાધીશોને તેમન સ્થાનિક સભ્ય અને તલાટી ક્રમ મંત્રીને પણ મૌખિક રજુઆત કરવામાં આવેલ છે તેમ છતાં આ સ્થાનીક રહીશોનો પ્રશ્ન હજુય યથાવત છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ હોય નજીવા વરસાદ પડવાથી કાદવ કીચડ જેવી ગંદકી જોવા મળી રહી છે આ ગંદકીને લઇને મચ્છરોનો પણ જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિક રહીશો તેમજ નાના ભૂલકાઓને શાળામાં અવર જવર કરવા તેમજ સિનિયર સીટીઝન વ્યક્તિઓને ખુબજ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશોએ તેમની અરજીમાં આક્ષેપો કરતા કહ્યું હતું કે જો આ ગંદકીને તેમજ આ કાદવ કીચડમાં પાણી ભરેલા ખાડામાં કોઈ વ્યક્તિ પડી જશે અને કોઈ જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વેજલપુર ગ્રામ પંચાયતની રહેશે તેમ પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે અમો સ્થાનિક રહીશોએ તેમ પણ જણાવ્યું હતું કે અમારી અરજીને વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિકાલ નહિ આપે તો અમો સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ઘરણા પ્રદશન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી હવે જોવું રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયત વહીવટી તંત્ર સ્થાનિક રહીશોની મુશ્કેલીઓનો અંત આવશે કે પછી દિવા નીચે અંધારુજ રહેશે તે હવે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!