GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદાના વાઘાબારી ગામે થયેલ મડર કેસના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વાંસદા પોલીસ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગામડાઓમાં હજુપણ અંધશ્રદ્ધામાં વિશ્વાસમાં આવી ભુવા ભગતો પાસે જાત જાતની વિધિ કરાવતા હોય છે. તેવામાં અનેક ક્રાઇમ બનતા હોય છે.ત્યારે આ ઘટનામાં ભુવાને મોતના ઘાટમાં ઉતારવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ વાઘાબારી ગામે  હત્યાની ઘટના સામે આવી છે. ધીરૂ પટેલ નામના યુવકને પેટમાં દુખાવો ઉપડતા ઈલાજ માટે પોતાના ગામમાં રહેતા ભગત ઝીણા પટેલને પોતાના પેટમાં ઘણા દિવસથી દુખતું છે. તેમ જણાવ્યું હતું જે બાદ ભગતે ગામ પાસે આવેલ નદી પાસે જઈ વિધિ કરવાનું કહ્યું હતું. જ્યાં વિધિ દરમિયાન ભગતે પીઠ પર ધબ્બો મારતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને પથ્થર મારી ભગતને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસ તાત્કાલીક પહોંચી હતી અને પાંચ કલાકની અંદર જ આરોપીને ઝડપી પાડ્યો હતો.એનવસારી LCB પોલીસે ઝીણા પટેલ સાથે સંલગ્ન લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા હતા. જેમાં ઝીણા પટેલ ગત રોજ ધીરૂ સાથે ગયો હોવાનું જાણતા, પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે ટેકનિકલ સર્વેલન્સને આધારે ધીરૂનું પગેરૂ શોધી, તેની પૂછપરછ કરતા ધીરૂ ભાંગી પડયો હતો અને ઝીણા પટેલની હત્યાની કબૂલાત કરી હતી. જેથી નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી ધીરૂ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Back to top button
error: Content is protected !!