યાત્રાધામ પાવાગઢ ખાતે ચંદ્રગ્રહણને લઈને નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બંધ કરવામાં આવ્યા હતા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૨.૨૦૨૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આવેલ નિજ મંદિર ના દ્વાર ફાગણ સુદ પુનમ ને મંગળવાર તા.૩.૩.૨૦૨૬ ના રોજ સવારે ૬.૦૦ થી ચંદ્રગ્રહણને લઈને નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બંધ કરવા માં આવ્યા હતા.જોકે વહેલી સવારે ૫.૦૦ કલાકે માતાજીની આરતી થી ૬.૦૦ કલાક સુધી એક કલાકના સમયગાળામાં અંદાજિત દશ હજાર ઉપરાંત માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ફાગણ સુદ પૂનમ ને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવા ને કારણે વહેલી સવારે એક કલાક દર્શન બાદ નીજ મંદિરના કપાટ દર્શનાર્થે બંધ કરવાના હોય ભક્તોના પ્રવાહને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે ૫.૦૦ કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ માતાજીની આરતી કરી ૬.૦૦ કલાકથી નીજ મંદિરના કપાટ ભક્તોના દર્શનાર્થે બંધ કરવામાં આવ્યા હતા.સામાન્ય રીતે પૂનમના રોજ લાખોની સંખ્યામાં માઇ ભક્તોમાં માતાજીના દર્શનનો વિશેષ મહિમા હોય મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. પરંતુ ચંદ્રગ્રહણ ને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળવારે સવારે એક કલાક દર્શન બાદ મંદિરના કપાટ દર્શનાર્થે બંધ કરવામાં આવ્યા હતા.જે હવે બુધવારે સવારે પ્રાતઃ આરતી અને ભક્તોના દર્શનાર્થે નીજ મંદિરના કપાટ ખોલવામાં આવશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાય રહ્યું છે.જો કે નિજ મંદિરના દ્વાર ફાગણી પૂનમ ના રોજ વહેલી સવારે એક કલાક માટે ખુલતા મંદિર પરિસર ખાતે હાજર ભક્તોએ માતાજીના ભારે જય ઘોષ કરતા મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.માતાજીના ભક્તોએ માતાજીની આરતી સાથે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.












