GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાનો વિકાસ તરફ વધુ એક કદમ: ઘર્મલાભ સોસાયટીમાં રોડના કામનો પ્રારંભ

MORBI:મોરબી મહાનગરપાલિકાનો વિકાસ તરફ વધુ એક કદમ: ઘર્મલાભ સોસાયટીમાં રોડના કામનો પ્રારંભ

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે વિકાસકાર્યો સતત વેગ પકડી રહ્યા છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯ માં આવેલી ઘર્મલાભ સોસાયટી ખાતે નવા રોડના વિકાસકામનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સોસાયટીના રહીશોને અવરજવર માટે સીસી રોડ/પેવર બ્લોકની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે આ વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે વોર્ડ નંબર ૯ના લોકપ્રિય કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયા, નુતનબેન વિડજા, નવનીત કુંડારીયા તથા હિરેન કળોતરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરી કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, વોર્ડના સ્થાનિક નાગરિકોને વધુ સારી રોડ-રસ્તા અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે. વિસ્તારના તમામ પ્રશ્નોનું તબક્કાવાર નિરાકરણ લાવી સર્વાંગી વિકાસ કરવો એ આપણી પ્રાથમિકતા છે.

ઘર્મલાભ સોસાયટીમાં લાંબા સમયથી પ્રતીક્ષિત એવા રોડના કામનો પ્રારંભ થતાં સોસાયટીના સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સૌએ ઉપસ્થિત કોર્પોરેટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!