
યોગેશ કાનાબાર રાજુલા
” તેરા તજકો અર્પણ” કાર્યક્રમ અંતગર્ત રાજલા પોલીસ સ્ટેશનના અરજદારશ્રીનો REDMI NOTE 13 PRO મોબાઇલ રૂ.28,000/- ની કિંમતનો હ્યુમન સ્ત્રોતથી પરત અપાવતી રાજુલા પોલીસટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી. આર.વી.અસારી સાહેબ ભાવનગર રેન્જ ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જિલ્લામાં બનતા મિલ્કત સબંધીત ગુમના બનાવમાં ત્વરિતપણે પગલાં લઇ ગુમ થયેલ મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં તથા ” તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવાં સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તથા રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નથના ગોરડીયા સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં મિલકત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમની અમલવારી કરવાં સુચના આપેલ હોય,
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામે અરજદાર શ્રી હરેશભાઈ જગદિશભાઇ ડાકી રહે.દોલતગઢ તા.રાણાવાવ જી.પોરબંદર વાળાએ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી જાણ કરેલ કે, તેમનો REDMI NOTE 13 PRO મોબાઇલ ફોન રાજુલાથી છતડીયા રોડની વચ્ચે રસ્તા પરથી પસાર થતા હતા તે દરમ્યાન પડી ગયેલ છે અને શોધતા મળી આવેલ નથી એવું જણાવતા હોય જેથી પોલીસ ઇન્સપેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબે રાજુલા હિંડોરણા બીટ ઇન્ચાર્જ તથા સ્ટાફને આ બાબતે સમજ કરી હોય અને તેઓને આ બાબતે મોબાઇલ ફોનની શોધખોળ તપાસ કરવાં જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે હિંડોરણા બીટ ઇન્ચાર્જ તથા સ્ટાફે તપાસ કરી કરાવતા તેમજ ceir portal ના આધારે અરજદારશ્રીનો REDMI NOTE 13 PRO મોબાઇલ ફોન મળી આવેલ હોય જેથી અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી મોબાઇલની ખરાઇ કરી મોબાઇલ ફોન મુળ માલીકને પરત કરી ” તેરા તુજકો અર્પણ ” સુત્રને સાર્થક કરવામાં આવેલ છે. ➡કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનની હિંડોરણા બીટ દ્રારા કરવામાં આવેલ છે.





