GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શાંતિનિકેતન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૨૧/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

એકવીસમી જુન એ માત્ર તારીખ નથી, સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ છે સમગ્ર વિશ્વને એકતાના તાંતણે બાંધવાનો અને યોગને વિશ્વ સુધી લઈ જવાનો દિવસ છે એટલે ૨૧ મી જૂન યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અનમોલ ભેટ છે યોગને વિશ્વ ફલક પર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો આ પ્રસ્તાવ સાથે વિશ્વના ૧૯૩ દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો ત્યારથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત કાલોલ તાલુકા શામળદેવી ગામ નજીક આવેલી શાંતિનિકેતન સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.આ પ્રસંગે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ,શાળા સંકુલ ટ્રસ્ટી સહિત કાલોલ ની વિવિધ સંસ્થાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!