ભાણવડ તાલુકાના મોખાણા ગામે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અંદાજિત ૭૦૦ કરતા વધારે લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અપાયા
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
જનજાતિય ગૌરવ વર્ષ ૨૦૨૫ અંતર્ગત ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા ગામે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ સરળતાથી મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સમાવિષ્ટ કરતા કેમ્પમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, જન ધન યોજના, વીમા કવરેજ, વૃદ્ધા પેન્શન, વિધવા સહાય, દિવ્યાંગ સહાય, મનરેગા, પીએમ આવાસ યોજના તેમજ આદિજાતિ વિભાગની વિવિધ યોજનાઓ લાભ એક જ સ્થળે લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી. જેમાં વિવિધ યોજનાના અંદાજિત ૭૧૪ જેટલા લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થયો હતો.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમને સાર્થક કરતા કેમ્પમાં કલેકટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી હેતલ જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સી.બી.ચોબીસા, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.