વેજલપુર ગામ ની રૂપારેલ નદી નું રૂપજ બદલાયું પ્રથમ વરસાદી પાણી નદી માં આવતા ગામની ઠલવાયેલી ગંદકી સાફ
તારીખ ૨૫/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામની રૂપારેલ નદી થોડા વર્ષો પહેલાં એટલી સ્વચ્છ અને સુંદર હતી કે તે સમયે ગામજનો નદીના વહેણ માં કપડાં ધોતા હતા સ્નાન કરતા હતા અને વાસણ ધોતા હતા અને એ નદી ની રેતી માં ખાડાઓ કરી તેમાંથી પીવાનું પાણી ભરી જઈ ગામજનો પિતા હતા મોડી રાત સુધી રૂપારેલ નદી ની રેતી માં આરામ કરી આખા દિવસ નો થકાન દૂર કરતા હતા અને હાલ વેજલપુર ગામની રૂપારેલ નદી ની એવો હાલ છે કે વેજલપુર ગામના લોકો ને દુર્ગંધ મારતી ભયંકર ગંદકી પાસે થી પસાર થવું હોયતો નાક દબાવી નીકળવું પડે છે તો બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા રૂપારેલ નદી ઉપર જ્યારથી સીમેન્ટ ની પાઈપો નાખી ત્રણ જેટલા નાના ડીપ પુલ બનાવવામાં આવ્યા છે જેના કારણે નાના ડીપ પુલો ઉપર આખા ગામની ભયંકર ગંદકી ઠલવાય છે વેજલપુર ગામના સત્તાધીશો દ્વારા ગામમાં સાફ સફાઈ ની તકેદારી રાખવામાં આવતી નથી અને તે ભયંકર ગંદકી ના કારણે ડીપ પુલ ની પાઈપો ગંદકી થી જામ થઈ જાય છે જેથી વેજલપુર ગામની રૂપારેલ નદી ને જાણે કોની નજર લાગી ગઈ કે સ્વચ્છ અને સુંદર દેખાતી વેજલપુર ગામની રૂપા રેલ નદી નું રૂપજ બદલાય ગયું છે જેથી આજરોજ બપોર થી સાંજ સુધી શાનદાર વરસાદ થતાં પ્રથમ વરસાદી પાણી રૂપારેલ નદી માં આવતા નદી માં ભયંકર ગંદકી અને ઝાડી ઝાંખરા વરસાદી પાણીમાં તણાય ને જતા હતા જેથી વેજલપુર ગામની રૂપારેલ નદી માં આખા ગામનો ભયંકર કચરો ઠલવાયેલો હોવાથી વરસાદી પાણી ના વહેણમાં તણાયો હતો અને દર વર્ષે પ્રથમ વરસાદી પાણી માં ભયંકર ગંદકી વહેતી હોય છે જેના કારણે રૂપારેલ નદી નું રૂપ બદલાય ગયેલું પ્રથમ વરસાદે ગામ ની રૂપારેલ નદી નું રૂપજ બદલાયેલું જોવા મળતું હોય છે.