GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં આરોગ્ય વિભાગ અને યુવા મિત્ર મંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

અમદાવાદમા પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ દર્દીઓ માટે બ્લડ ડોનેશન માટે થયેલ આહવાન બાદ વિશ્વ બ્લડ ડોનર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકા આરોગ્ય કેન્દ્રના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આછવણી અને ખેરગામ યુવા મિત્ર મંડળના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ ઉત્સાહ પૂર્વક રકતદાન કર્યું હતું.આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી પ્રગ્નેશભાઇ દેસાઈ,તાલુકા ભાજપના મહામંત્રી ચેતન પટેલ સહીતના અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.કુલ પંદર યુનિટ રક્ત એકત્રિત થયું હતું.રકતદાન કરનાર દાતાઓને બેગ તેમજ ટિફિનની ભેટ પ્રેરણા સ્વરૂપે આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!