GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી રામચોક નજીક દુકાનમાં તિનપતીનો જુગાર રમતાં 14 ઈસમો ઝડપાયા

 

MORBI મોરબી રામચોક નજીક દુકાનમાં તિનપતીનો જુગાર રમતાં 14 ઈસમો ઝડપાયા

 

 

મોરબી: આરોપીએ પોતાની રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ “માં આશાપુરા એન્ટરપ્રાઇઝ” દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોય ત્યારે પોલીસે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૪ ઈસમોને રોકડ રકમ રૂ‌. ૧,૨૧,૯૦૦ ના મુદ્દામાલ સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.


મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાની રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ “માં આશાપુરા એન્ટરપ્રાઇઝ” દુકાન નં-૮-૯ વાળી દુકાનમાં બહાર થી માણો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી મળેલ બાતમીના આધારે રેઇડ કરતા ચૌદ ઇસમો ક્રુષ્ણસિંહ ઉર્ફે કાનભા નરેન્દ્રસિંહ જાડેજા રહે-મોરબી-૨ નિત્યાનંદ સોસાયટી, વિશાલભાઇ ઉર્ફે લાલો ભાલુભાઇ બાંભવા રહે-વિરપરડા તા.જી.મોરબી, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે-વિરપરડા તા.જી.મોરબી, યશભાઇ અરવિંદભાઈ ગૌસ્વામી રહે-ભાગ્યલક્ષ્મી સોસાયટી બેજીટેબલ રોડ મોરબી, મનસુખભાઇ ડાયાભાઇ જીલરીયા રહે-કોયલી ખોડાપીપર તા.જી.મોરબી, આશીકભાઇ તૈયબભાઇ અધામ રહે-કાલીકા પ્લોટ શેરી નં-૫ વિમાટે વાળી શેરી મુળ રહે-નાનીબરાર ગામ મોરબી, હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવિરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દીલિઉપસિંહ ઝાલા રહે-સામાકાઠે આનંદનગર બ્લોક નં-૧૦૬ મોરબી મુળ રહે-સાદુળકા તા.જી.મોરબી, અર્જુનભાઈ ભરતભાઇ ગજેરા રહે-વાઘપરા શેરી નં-૧ હાલ રહે-અવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી, દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ રહે-ગુજરાત હાઉશિંગ બોર્ડ સામાકાઠે મોરબી, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા રહે-રૂષભનગર સામાકાઠે મોરબી, સોહીલભાઇ દાઉદભાઇ સુમરા રહે-વિરપરડા મોરબી, સુરેશભાઈ દિનેશભાઈ માજુસા રહે-મયુર સોસાયટી ત્રાજપરની બાજુમા મોરબી, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા રહે- મથુર સોસાયટી ત્રાજપરની બાજુમા મોરબી, અલીભાઇ ગુલામભાઈ ચાનીથા રહે-વાવડી રોડ રવિપાર્ક ૩ મોરબીવાળાને રોકડ રૂ.૧,૨૧,૯૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે

Back to top button
error: Content is protected !!