રીહેન એચ. મહેતા વિદ્યાલય માકડી માં પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી

27 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની રિહેન એચ. મહેતા વિદ્યાલય માંકડીમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2025 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી . આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્કૂલબેગ ભેટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો.. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાંતા તાલુકા હેલ્થ ઓફિસર ડો.કિરણ ગમાર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અમૃતજી ઠાકોર, ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના મંત્રીશ્રી નિલેશ બુંબડીયા, સરપંચ શ્રી ભોજાભાઇ તરાલ, ડેપ્યુટી સરપંચ શ્રી તથા ઉપપ્રમુખ તાલુકા ભાજપ શ્રી શૈલેષભાઈ ચૌહાણ તથા કુકડી સરપંચ શ્રી પ્રવીણભાઈ, સી.આર.સી શ્રી વિક્રમભાઈ અને શ્રી વિકાસભાઈ તથા નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ મહેસાણાના શ્રી કૌશિકભાઇ રાવલ, શ્રી રાકેશભાઈ પટેલ તેમજ શ્રી વિરલભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગાયત્રી તીર્થ અંબાજી થી ટ્રસ્ટી શ્રી શ્રી શંકરભાઈ પટેલ તેમજ સંસ્થાના પ્રમુખશ્રી મંગુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા..
આ પ્રવેશોત્સવ ની ખાસ વાત એ હતી કે ગાયત્રી પરિવાર અંબાજી તરફથી શાળાને 5000 નોટબુકનું દાન પ્રાપ્ત થયું છે તથા નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ મહેસાણા તેમજ જલિયાણા સેવા સમિતિ, હારીજ તથા ડ્રીમ યોગા ગ્રુપ,લંડન દ્વારા માર્ચ 2025 માં પ્રથમ આવેલ ધોરણ 10 અને 12 ના કુલ 20 બાળકોને કાંડા ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી તથા શાળાના કુલ ૩૦ જેટલા અનાથ બાળકો અને ૫૦ જેટલા સ્વયંસેવક મિત્રોને સ્કૂલબેગ ભેટ આપવામાં આવી હતી તથા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત સમગ્ર વાલી ગણને એક એક કિલો ગોળના પેકેટ પણ શ્રી નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ,મહેસાણા તરફથી વહેંચવામાં આવ્યા હતા.. શાળા તરફથી સમગ્ર મહેમાનો તથા વાલીગણ અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.. સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન અને સફળ રીતે સંચાલન બદલ શાળાના આચાર્યશ્રી ડૉ. રાકેશ પ્રજાપતિએ સમગ્ર સ્ટાફ અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની બહેનોએ કર્યું હતું.






