GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના વાકીયા ગામની સીમમાં પતિ – પત્ની વચ્ચે બોલાચાલી થતાં લાગી આવતા યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

 

HALVAD:હળવદના વાકીયા ગામની સીમમાં પતિ – પત્ની વચ્ચે બોલાચાલી થતાં લાગી આવતા યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

 

 

હળવદ તાલુકાના વાકીયા ગામની સીમમાં પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલચાલી થતા મનોમન લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના વાકીયા ગામની સીમમાં મનીષભાઈ પટેલની વાડીએ રહેતા નવલભાઇ રાજુભાઇ મોહનીયા (ઉ.વ.૨૫) એ તેની પત્ની સારીકા સાથે તેમને મજુરી ભાગમા રાખેલ વાકીયા ગામની સીમ મનીષભાઇ પટેલની વાડીએ પાણીની હોઝ પાસે તેમનો નાનો દિકરો અનુરાજ રમતો હોય જે બાબતે સામાન્ય બોલાચાલી થતા નવલભાઈ નામના યુવકને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે પ્રથમ ચરાડવા સરકારી હોસ્પિટલ બાદમાં ત્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!