
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૭ જૂન : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025 ની ઉજવવાની પ્રસંગે શ્રી સુખપર કુમાર શાળા 2ના પટાંગણમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બેન શ્રીમતિ મનીષાબેન વેલાણી અને ભુજ નગર નિયોજક શ્રી મુકેશકુમાર સુથાર ના અધ્યક્ષ સ્થાને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓની હાજરીમાં ભવ્ય રીતે ઉજવણી થયેલ. કાર્યક્રમની શરૂઆત માં દીપ પ્રાગટ્ય મહેમાનશ્રીઓ ના શુભ હસ્તે કરાયેલ જ્યારે કુમાર શાળાના બાળકોએ મંત્રમુગ્ધ કરી દે તેવી પ્રાર્થના રજૂ કરેલ.
શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજાએ સૌને શાબ્દિક આવકાર આપેલ. મહેમાન સ્ત્રીઓનું પુસ્તકથી અભિવાદન પણ કરવામાં આવેલ. કુમાર શાળામાં 46 અને કન્યાશાળામાં 26 બાલવાટિકામાં તથા કુમારશાળામાં 9 બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ મહેમાન શ્રીઓના હસ્તે આપવામાં આવેલ.
શાળાના વિદ્યાર્થીઓ પ્રયાગ વાસરાણી, ઘનશ્યામ રૂપાલીયા તથા કન્યાશાળા ની બે દીકરીઓએ વક્તવ્ય આપેલ. પ્રવેશ પામનાર સૌ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ. ધોરણ એક થી આઠ માં એક થી ત્રણ નંબર લાવનાર ,pse,nmms,cet
માં અવ્વલ નંબર લાવેલ વિદ્યાર્થીઓને પણ જાહેરમાં સન્માનવામાં આવેલ. શિક્ષક સમાજના ભામાશા એવા મીનાબેન અને પ્રવીણભાઈ ભદ્રા તરફથી બંને શાળાના પ્રવેશ પામનાર દરેક બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ. શાળાના શિક્ષિકા શ્રીમતી સીમ્પીબેન ભટ્ટ તરફથી પણ દરેક બાળકને શૈક્ષણિક કીટ આપવામાં આવેલી. શ્રીમતી મીનાબેન પ્રવીણ ભદ્રા પરિવારનો સન્માન પત્ર ,સાલ આપી જાહેરમાં સન્માન કરવામાં આવેલ.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બેન શ્રી મનીષાબેન વેલાણી એ 8000 રૂપિયા, અધિકારી તરીકે પધારેલ શ્રી મુકેશકુમાર સુથારે 5000 રૂપિયા જાહેર કરેલ. તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્ર પાધરા અને શિવાની બા એ શ્રીમતી બ્રિજેપાબેન રાજદેવના માર્ગદર્શન હેઠળ કરેલ. આભાર વિધિ કન્યા શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ ગોરે રજૂ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવેલ. આ પ્રસંગે એસએમસીના કાંતિભાઈ પાદરા, શ્રીમતી દક્ષાબેન, ધનજીભાઈ ગોરસીયા, ખેંગારભાઈ ચાવડા, જશુબેન વરસાણી, તથા તમામ એસએમસીના સદસ્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહેલ.સુખપર શાળા નું વાતાવરણ અને શૈક્ષણિક ભાવાવરણ જોઈને પ્રવેશ ઉત્સવમાં પધારેલા નગર નિયોજક ભુજ શ્રી મુકેશકુમાર સુથારે શાળાને 5000 રૂપિયા નો દાન જાહેર કરેલ. શાળાના આચાર્યશ્રીએ તેમનો આભાર માનેલ.
પ્રવેશોત્સવ ના શાળાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અધિકારીશ્રીએ આવી રીતે જાહેરમાં પ્રોત્સાહન આપી
ઇનામ જાહેર કરેલ જે નોંધનીય બાબત છે.
આ ઉપરાંત આપણા શિક્ષક સમાજના શ્રીમતી મીનાબેન પ્રવીણ ભદ્રા અને સમગ્ર પરિવાર તરફથી મદનપુર ની બધી જ શાળાઓને શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવેલ, શ્રીમતી મનીષાબેન વેલાણી ઉપપ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત તરફથી 8000 રૂપિયા દાન આપેલ, જેમનો પણ શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.




