
રાજપીપળામાં ભવ્ય રથયાત્રા, રાધાકૃષ્ણ મંદિર ખાતેથી શરૂ થયેલ ભગવાન જગન્નાથ ની 33મીરથ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા ના રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ની 33મી રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી રથયાત્રા નીકળી હતી, રથયાત્રા માં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પાલિકા કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ સહિત નાં આગેવાનો તેમજ રથયાત્રા કમિટી નાં સભ્યો અને ભાવિક ભક્તો મોટી સંખ્યા માં જોડાઈ ભગવાન નો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી
રથયાત્રા લાલ ટાવર પાસે પહોચતા મુસ્લિમ બિરાદરો એ મહાનુભવો અને પોલીસ અધિકારીઓનું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કર્યું હતું.ત્યારબાદ રથયાત્રા આગળ વધતા રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમ રથયાત્રા નું ઠેર ઠેર સ્વાગત થયું હતું
આખી રથયાત્રા દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, એલસીબી પીઆઇ આર.જી.ચૌધરી, એસ.ઓ. જી.પીઆઈ વાય.એસ.સીરસાઠ, ટાઉન પીઆઈ વી. કે.ગઢવી સહિત પોલીસ ટીમો હાજર રહી હતી.






