કાલોલ ના ડેરોલ સ્ટેશન નજીકથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મુદ્દામાલ સાથે પોલીસે એક ઇસમને ઝડપી પાડયો

તારીખ ૧૨/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના ડેરોલ સ્ટેશન નજીકથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે પકડી પાડ્યો હતો ત્યારે મળતી માહિતી મુજબ આવતા આગામી ઉતરાયણ તહેવારને લઈને લોકો દોરી અને પતંગોની ખરીદી કરતા હોય છે ત્યારે પતંગ રસિયા લોકો અમુક અંશે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ ચાઈનીઝ દોરી ઉપર હાલમાં પ્રતિબંધ કરવામાં આવ્યો છે ત્યારે ચાઈનીઝ દોરીના ઉપયોગ થી જાહેર માર્ગ ઉપર અવર-જવર કરતા રાહદારીઓ તેમજ પશુ પક્ષીઓને જીવલેણ ઇજાઓની દુર્ઘટનાઓ થતી હોય છે તેથી ચાઈનીઝ દોરી વાપરવા ઉપર પ્રતિબંધ હોય અને ચાઈનીઝ દોરીઓનું વેચાણ ન થાય તે માટે ચાઈનીઝ દોરી તથા તુંકકલનું વેચાણ કરતા ઈસમો ઉપર વોચ તપાસ રાખી રેડો કરી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડ નાઓએ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડેરોલ સ્ટેશન નાળાની બાજુમાં એક ઈસમ થેલીમાં ચાઈનીઝ દોરાની રીલ ફિરકાઓ લઈને ઉભો છે તેવી બાતમીના આધારે કાલોલ પોલીસે એક ઇસમને પકડી તેનું નામ પૂછતાં તેને તેનું નામ હિતેશ કુમાર અજબસિંહ સોલંકી રહે.સાગાના મુવાડા તા.કાલોલ તેની હાથમાંની થેલીમાંથી ચાઈનીઝ દોરીની કુલ નંગ-૪ જેની કુલ કિંમત રૂ,૮૦૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જાહેરનામનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






