લીમખેડાની શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ યોજાયો
પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા એનિમલ ઓફિસર કમલેશભાઈ ગોસાઈ તેમજ સીઆરસી જશવંતભાઈ બામણીયા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ઈન.આચાર્ય શ્રી સુરેશભાઈ એચ પટેલ દ્વારા તેઓનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ ગોસાઈ એ વિધાર્થીઓને પુસ્તકો આપી, કુમકુમ તિલક કરી, તેમનું મોં મીઠું કરાવી પ્રવેશ આપ્યો હતો.શાળાના ધોરણ 9 ના 400 થી વધુ અને ધોરણ 11 આર્ટસ અને સાયન્સ ના 350 કરતા વધુ વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવા આવ્યો છે. સમગ્ર કાર્યક્રમ નું સુંદર સૂત્રસંચલન શાળાના વિધાર્થીઓ દૃષ્ટિ અને જૈમિન કલતણીયા એ કર્યું હતું. આ પ્રસંગે શાળાની વિધાર્થીની એ બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર ધારદાર સ્પીચ રજૂ કરી હતી. મહેમાનોએ SSC અને HSC આર્ટસ અને સાયન્સ ના માર્ચ 2025 બોર્ડ ની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા. તેમજ વિધાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તેવું વક્તવ્ય રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખુબજ ઉત્સાહ અને ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો.