ચુડા તાલુકાના સોંઠા ગામે ભાજપના નેતાઓ ગરીબોના પ્લોટ પડાવી ગયા – રાજુ કરપડા

તા.30/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સમગ્ર વિગત એ છે કે ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન નિમ કરી 71 પ્લોટ પાડવામાં આવ્યા જેમાં ભાજપ સાથે મળેલા લોકોએ ઘરમાં બેસી 47 પ્લોટની હરાજી કરી નાખી પોતાની રીતે ભાવ નક્કી કરી પાણીના ભાવે પ્લોટની વહેચણી કરી લીધી ગામના સરપંચ, ભાજપના તાલુકા પ્રમુખ અને તલાટીએ સાથે મળી ઘરવિહોણા લોકોને મફત પ્લોટ આપવાનો હુકમ થયેલો હોવા છતાં પ્લોટ નહીં આપ્યા અને સરપંચે પોતાના પરિવારને 14 પ્લોટ મફતના ભાવે આપી દીધા ટોટલ 47 પ્લોટ એક રૂમમાં બેસી સાથે મળી નજીવી કિંમત નક્કી કરી વહેંચી મારવામાં આવ્યા નિયમોને નેવે મૂકી માત્ર કાગળ પર હરાજી બતાવવામાં આવી એક કરતાં વધારે ઘર ધરાવતા લોકો મોટી ખેતીવાડીની જમીન ધરાવતા, મોટર કાર ધરાવતા લોકોએ પ્લોટ ખરીદી લીધા ગરીબ ઘરથી વંચિત ઝૂંપડામાં રહેતા લોકો જેના માટે તંત્ર એ હુકમ તો કર્યો પરંતુ પંચાયતે પ્લોટ ન ફાળવ્યો તમામ પ્લોટ ભાજપ સાથે મળેલા લોકોએ નજીવી કિંમત ચૂકવી હરાજીનું નાટક કરી ચાર દિવાલ ની વચ્ચે બેસી ખરીદી લીધા – રાજુભાઇ કરપડા




