વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા રતાડીયા,તા.30 : રતાડીયાથી હાઇવે સુધી જોડતા માર્ગના પેચવર્કનો આખરે પ્રારંભ થઈ ગયો છે. વરસાદી સીઝન શરૂ થાય તે પહેલાં જ ઠેક-ઠેકાણે પડેલા ખાડાઓ અને બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનું ડામરથી પાકું પુરાણ કરવાનું કામ શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.આ માર્ગના પેચકામ માટે ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના નાયબ ઇજનેર મોહમદ હારુન ખાનની માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બદલ રતાડીયા ગામના યુવા અગ્રણી વિશ્વરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાએ વિભાગ અને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ માર્ગનું પેચવર્ક થવાથી રતાડીયા અને ગુંદાલા વચ્ચેની અવરજવર વધુ સુગમ બનશે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન લોકોને પડતી હાલાકીનો અંત આવશે. ગ્રામજનોએ આ કામગીરી બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.