GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના બોરૂ રેલવે બ્રીજ નીચે પાણી ભરાતા અવરજવર મુશ્કેલ રેલ્વે દ્વારા પ્રતિબંધ નુ બોર્ડ લગાવતા વિડીઓ વાયરલ

તારીખ ૦૧/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બોરૂ ગામ નજીક આવેલા રેલવે બ્રીજ નીચે વરસાદના પાણી ભરાઈ ગયા છે અને અવરજવર મુશ્કેલ બની રહી છે ત્યારે એકાએક રેલવે સતાધીશો દ્વારા બ્રીજ ના મથાળે આ બ્રીજ પાણીના નિકાલ માટે છે અવરજવર વર્જિત છે એવું બોર્ડ લખી દેતા સ્થાનિકો મા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે વાયરલ થયેલ વિડિઓમા ઘણા વર્ષોથી લોકો બોરુ, બાકરોલ, ભાદરોલી, સમા જવા માટે આ નાળા નો ઉપયોગ કરે છે ત્યારે એકાએક રેલવે સતાધીશો દ્વારા આવુ બોર્ડ ક્યાં કારણ થી લગાવ્યું તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. જોકે લોકમુખે ચાલતી ચર્ચા મુજબ રેલવે સતાધીશો દ્વારા ભવિષ્યમાં ઉપસ્થિત જવાબદારી માંથી છૂટવા માટે આ બોર્ડ લગાવ્યું હોવાનુ જાણવા મળ્યુ છે.





