MORBI:મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર પડી ગયેલા ખાડા ના સામ્રાજ્ય થી લોકો ત્રાહિમામ! ખાડા બુરવા મહાનગરપાલિકાને રજૂઆત!

MORBI:મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર પડી ગયેલા ખાડા ના સામ્રાજ્ય થી લોકો ત્રાહિમામ! ખાડા બુરવા મહાનગરપાલિકાને રજૂઆત!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી?
ચોમાસુ આવતા જ વહીવટી તંત્રનાં પ્રીમોન્સુન ની કામગીરીની પોલ ખુલી જાય છે અને ઠેર ઠેર પાણી ભરાતા હોય તેવા દ્રવ્યો સામે આવતા હોય છે જેમાં નાની કેનાલ રોડ ઉપર પડી ગયેલા ખાડામાં ક્યારે વાહન ખાબકે છે! તે કાંઈ નક્કી થતું ન હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ ખાડા પૂરવા નગરપાલિકામાં આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત થઈ છે.
મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર બાંધકામની દ્રષ્ટિએ જેટ ગતિએ વિકાસ વધ્યો છે પરંતુ રોડની સુવિધા ના નામે મીંડું છે. આ નાની કેનાલની એક બાજુ સીસી રોડ આશરે ૧૫ વર્ષ પહેલા બન્યો છે અને ત્યાર પછી કોઈ કાળજી નહીં લેવાતા હાલ આ રોડ ઉપર કરોળિયાનાં ઝાળા માફક ખાડા પડી ગયા છે જેના કારણે બાઇક સહિતના નાનાં મોટા વાહનો ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે લોકોની લાગણી અને માંગણી અનુસાર મહાનગરપાલિકાએ નવો આધુનિક ડીઝાઇન નો રોડ મંજૂર કર્યા છે અને તેનું કામ શરૂ થાય તે અંગેની તમામ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પરંતુ ચોમાસા હોય નવા કામ થઈ શકે નહીં ત્યારે આ ખાડા પૂરવા માટે નાની કેનાલ રોડ ઉપર કિશન પાર્કમાં રહેતા શ્રીરામભાઈ ભોરણીયાએ મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરીને આ નાની કેનાલ રોડ ઉપર પડી ગયેલા ખાડા પૂરી દઈને લોકોને ખાડાના ત્રાસ માંથી મુક્ત કરાવવા માંગણી કરી છે.









