
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ
માંડવી,તા-૦૧ જુલાઈ : ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ હસ્તકની સીધી ધિરાણ લોન યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મહિલા સમૃધ્ધિ યોજના વધુમાં વધુ યુનિટ કોસ્ટ રૂ.૧ લાખ, માઇક્રો ક્રેડિટ ફાયનાન્સ યોજના, વ્યક્તિગત લોન યોજના રૂ.૨ લાખ, પેસેન્જર ઓટોરીક્ષા રૂ.૩ લાખ, જનરલ ટર્મ લોન યોજના રૂ.૧૦ લાખ, વ્હીકલ લોન યોજના રૂ.૧૫ લાખ સંદર્ભે ૨૬/૦૭/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી કરવા માટે તેમજ વિશેષ માહિતી માટે નિગમની વેબ સાઇટ https://esamajkalyan.gujarat.gov.in ફોર્મ ભરી શકાશે. અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજદારે ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર-પુરાવા સહિત નીચે મુજબના સરનામે તા.૩૧/૦૭/૨૦૨૫ના રોજ ૧૮.૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. સરનામું – જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં-૧૦૪-૧૦૫, ભુજ-કચ્છ, ઓનલાઇન અરજી કરવામાં પડતી મુશ્કેલી માટે કચેરી સમય દરમિયાન માર્ગદર્શન મેળવી શકાશે તેવું ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણના જિલ્લા મેનેજરની અખબાર યાદીમાં જણાવાયું છે.


